કેસરિયો રંગ તને લાગ્યો રે :- Latest Gujarati Navratri Raas Garba Songs Lyrics

0
1424 Views

કેસરિયો રંગ તને લાગ્યો રે, ગરબા

LYRICS IN GUJARATI

કેસરિયો રંગ તને લાગ્યો રે, ગરબા

કેસરિયો રંગ તને લાગ્યો રે, લોલ

આસોના નવરાત્ર આવ્યા, અલ્યા ગરબા

આસોના નવરાત્ર આવ્યા રે, લોલ

ઝીણાં ઝીણાં જાળિયાં મૂકાવ્યાં રે, ગરબા

ઝીણાં ઝીણાં જાળિયાં મૂકાવ્યાં રે, લોલ

કંકુના સાથિયા પૂરાવ્યાં રે, ગરબા

કંકુના સાથિયા પૂરાવ્યાં રે, લોલ

કોના કોના માથે ફર્યો રે, ગરબો

કોના કોના માથે ફર્યો રે, લોલ

નાની નાની બેનડીના માથે રે, ગરબો

નાની નાની બેનડીના માથે રે, લોલ

કેસરિયો રંગ તને લાગ્યો રે, ગરબા

કેસરિયો રંગ તને લાગ્યો રે, લોલ

ઘૂમતો ઘૂમતો આવ્યો રે, ગરબો

ઘૂમતો ઘૂમતો આવ્યો રે, લોલ

હરતો ને ફરતો આવ્યો રે આરાસુર

હરતો ને ફરતો આવ્યો રે, લોલ

મા અંબાએ તને વધાવ્યો રે, ગરબા

મા અંબાએ તને વધાવ્યો રે, લોલ

હરતો ને ફરતો આવ્યો રે પાવાગઢ

હરતો ને ફરતો આવ્યો રે, લોલ

મા કાળીએ તને વધાવ્યો રે, ગરબા

મા કાળીએ તને વધાવ્યો રે, લોલ

હરતો ને ફરતો આવ્યો માટેલ ગામ

હરતો ને ફરતો આવ્યો રે, લોલ

મા ખોડિયારે તને વધાવ્યો રે, ગરબા

મા ખોડિયારે તને વધાવ્યો રે, લોલ

હરતો ને ફરતો આવ્યો શંખલપુર

હરતો ને ફરતો આવ્યો રે, લોલ

મા બહુચરે તને વધાવ્યો રે, ગરબા

મા બહુચરે તને વધાવ્યો રે, લોલ

કેસરિયો રંગ તને લાગ્યો રે, ગરબા

કેસરિયો રંગ તને લાગ્યો રે, લોલ

હે રંગલો જામ્યો

હે  રંગલો જામ્યો  કાલિંદરીને  ઘાટ

છોગાળા  તારા, હો  રે  છબીલા  તારા

હો  રે  રંગીલા  તારા  રંગભેરુ  જુએ  તારી  વાટ

રંગલો જામ્યો  કાલિંદરીને  ઘાટ

હે  હાલ્ય  હાલ્ય  હાલ્ય

વહી જાય  રાત વાતમાં  ને,  માથે  પડશે પરભાત

છોગાળા  તારા, હો  રે  છબીલા  તારા

હો  રે  રંગીલા  તારા  રંગભેરુ  જુએ  તારી  વાટ

રંગલો જામ્યો  કાલિંદરીને  ઘાટ

હે  રંગરસીયા

હે  રંગરસીયા  તારો  રાહડો  માંડી  ને  ગામને  છેવાડે  બેઠાં

કાના  તારી ગોપલીએ  તારે હાટું  તો કામ બધા  મેલ્યાં  હેઠાં

હે  તને  બરકે   જશોદા  તારી   માત

છોગાળા  તારા, હો  રે  છબીલા  તારા

હો  રે  રંગીલા  તારા  રંગભેરુ  જુએ  તારી  વાટ

રંગલો જામ્યો  કાલિંદરીને  ઘાટ

LYRICS IN ENGLISH:-

Kesariyo rang tane lagyo re lya garaba

kesariyo rang tane lagyo re lol(3)

jini jini jari o melavo re lya garaba

jini jini jari o melavo re lol(2)

Kesariyo rang tane lagyo re lya garaba

kesariyo rang tane lagyo re lol

kone kone mathe ghumyo re lya garaba

kona kona mathe ghumyo re lol

kone kone mathe ghumyo re lya garba

kone kone mathe ghumyo re lol

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.